ઝાલાવાડમા દોઢ લાખ પશુપાલકો દ્વારા સેવાની ક્રાંતિ સર્જશે

November 24, 2018 - krishana trivedi

No Comments

ઝાલાવાડમાં શ્વેતક્રાંતિ સર્જનાર ૧.૫૦ લાખ પશુપાલકોએ ૭૬૦ દૂધમંડળીઓ મારફતે દૈનિક ૭ લાખ કિલો દૂધનું ઉત્પાદન કર્યુ છે ત્યારે શ્વેતક્રાંતિના પ્રણેતાને વંદન કરવા અને નેશનલ મિલ્ક ડેની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 25મીએ ભવ્ય આયોજન કરાયું છે. જેમાં પશુપાલકો વિશાળ રેલી યોજી રાસની રમઝટ બોલાવશે.

આ ઉપરાંત ૩૦૦થી વધુ દૂધ ઉત્પાદકો રક્તદાન કરી, સેવાની ક્રાંતિ સર્જશે. સુરસાગર ડેરી દ્વારા પણ નેશનલ મિલ્ક ડે નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાતા હજારો માલધારીઓ ઉમટી પડશે.સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંચાલિત સુરસાગર ડેરી દ્વારા ૨૦૧૭-૨૦૧૮ દરમિયાન દૈનિક મહત્તમ ૭.૨૦ કિલો દૂધનું સંપાદન કરી ઝાલાવાડમાં શ્વેતક્રાંતિ સર્જવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ૭૬૦ દૂધમંડળીઓ દ્વારા ૭.૨૦ લાખ દૂધનું સંપાદન થઈ રહ્યું છે. ઝાલાવાડમાં દૂધ ક્ષેત્રે પશુપાલકોએ કાઠું કાઢી સૌરાષ્ટ્રમાં અગ્રેસર સુરસાગર ડેરી બની છે. સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંઘનું ટનઓવર આગલા વર્ષની સરખામણીએ ૭૩.૧૯ કરોડનો વધારો થયો છે. આથી ૨૦૧૭ – ૨૦૧૮માં દૂધ સંઘનું ટનઓવર ૮૯૨ કરોડે પહોંચ્યું છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *