દીપવીરના રિસેપ્શનમાં અનિલ કુંબલે, પીવી સિંધુ સહિત દિગ્ગજોની હાજરી

November 22, 2018 - krishana trivedi

No Comments

 

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ વર્ષના સૌથી વધુ ચર્ચાસ્પદ લગ્ન બન્યા હતા. 14 અને 15 નવેમ્બર ઇટાલીમાં લગ્ન કર્યા બાદ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 18 નવેમ્બરે મુંબઈ પાછા ફર્યા હતા. મુંબઈ એરપોર્ટ પર પણ તેમને જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા. લગ્ન બાદ આ સ્ટાર કપલનું પહેલું રિસેપ્શન ૨૧ નવેમ્બરના રોજ બેંગલુરુમાં યોજાયું હતું. બેંગલુરુમાં યોજાયેલ પહેલું રિસેપ્શન દીપિકાના ઘર તરફથી હતું. આ સિવાય આ રણવીર અને દીપિકા પાદુકોણ મુંબઈમાં પણ રિસોપ્શન યોજવાના છે. બેંગલુરુના ધી લીલા પેલેસમાં દીપવીરનું રિસેપ્શન યોજાયુ હતું.જેની સમગ્ર તૈયારીઓ દીપિકાની માતા ઉજ્જવલા પાદુકોણે સંભાળી હતી. 

 

 

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *