વિરાટ કોહલીના વન-ડેમાં સૌથી ઝડપી 10,000 રન, સચિનનો રેકોર્ડ તોડ્યો

October 24, 2018 - krishana trivedi

No Comments

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વિશાખાપટ્ટનમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. કોહલીએ વન-ડે મેચમાં 205 ઈનિંગ્સમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનાર ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે આ રેકોર્ડ હતો. તેંડુલકરે 259 ઈનિંગ્સમાં વન-ડેમાં 10,000 રન ફટકાર્યા હતા. વિરાટે વિશાખાપટ્ટનમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડાઉન બેટિંગમાં આવ્યા બાદ તેના વ્યક્તિગત 81 રનના સ્કોરે પહોંચતા જ તેણે સૌથી ઝડપી દસ હજાર રન બનાવનાર ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. આ સામે પીચ પર તેની સાથે મહેન્દ્ર સિંહ ધોની હાજર હતો. ધોનીએ પણ વન-ડેમાં દસ હજાર રન ફટકાર્યા છે જો કે ધોનીએ 27૩ ઈનિંગમાં દસ હજાર રનનો પડાવ પાર કર્યો હતો.

વનડેમાં સૌથી ઝડપી દસ હજાર રન ફટાકરનાર વિરાટ પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો છે. અગાઉ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને એમ એસ ધોનીએ આ ઉપલબ્ધિ મેળવી હતી. જો કે વિશ્વ ક્રિકેટમાં પણ કોહલી સૌથી ઝડપી દસ હજાર રન કરનાર બેટ્સમેન બન્યો છે. કોહલી ઉપરાંત પૂર્વે ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે 266 ઈનિંગમાં દસ હજાર રન કર્યા છે. તેમજ સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કાલિસે પણ 272 ઈનિંગમાં વન ડેમાં દસ હજાર રન કર્યા છે.

કોહલીએ ચાલુ વર્ષે 10 વનડેમાં 127 રનની એવરેજથી 889 રન બનાવ્યા છે

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *