પારુલ યુનિવર્સિટીઃ નર્સિંગની વિદ્યાર્થિનીનો કેનાલમાંથી મળી આવ્યો મૃતદેહ, પૂર્વ પતિ લાપતા

October 24, 2018 - krishana trivedi

No Comments

વડોદરાઃ શહેરની પારુલ યુનિવર્સિટીની નર્સિંગની વિદ્યાર્થિનીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવી છે. વિદ્યાર્થિનીનો પૂર્વ પતિ પણ હજુ લાપતા છે. કેનાલ નજીકથી બાઇક મળતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

 

મળતી માહિતિ મુજબ મૂળ ક્વાંટની રહેવાસી વર્ષા દિનેશભાઇ તડવીએ અઢી વર્ષ પહેલાં અજય નાનાભાઇ કહાર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. બંને વચ્ચે અણબનાવ થતાં એક વર્ષ પહેલાં બંનેએ છૂટાછેડા લીધા હતા. વર્ષાએ પારુલ યુનિવર્સિટીમાં નર્સિંગનો અભ્યાસ શરૂ કર્યો છે અને તે અન્ય સહેલીઓ સાથે વાઘોડિયારોડ પર ગાયત્રી મંદિર નજીક અક્ષર એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી.

 

ત્રણ દિવસ પહેલાં પૂર્વ પતિ અજય અક્ષર ટેનામેન્ટ આવ્યો હતો અને વર્ષાને મળ્યાં બાદ બંને બાઇક પર બહાર નીકળ્યાં હતાં. બીજા દિવસે વર્ષાની લાશ રહસ્યમય સંજોગોમાં સરણેજ ગામ નજીક નર્મદા કેનાલમાંથી મળી હતી, પરંતુ અજયનો પત્તો લાગ્યો ન હતો. જરોદ પોલીસને અજયનું બાઇક બોડેલી પોલીસ સ્ટેશનની હદમાં મોરખલા ગામ પાસે કોલિયારી ગેટ નજીકથી મળ્યું હતું. વર્ષાનો પૂર્વ પતિ અજય કહાર ક્યાં છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *