જૂનાગઢના વંથલી પાસે સોમનાથ નેશનલ હાઇવે પર રોડ અકસ્માતમાં દીપડાનું મોત

October 24, 2018 - krishana trivedi

No Comments

જૂનાગઢના વંથલી ગામ પાસે સોમનાથ નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે એક અજાણ્યા વાહનની અડફેટે આવતા દીપડાનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યુ છે. વન વિભાગ દ્વારા દીપડાને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. જે જગ્યાએ અકસ્માતમાં દીપડાનું મોત નિપજ્યુ છે. તે જગ્યા પર આ પહેલા પણ અનેક જંગલી જાનવરો મોતને ભેટ્યા છે. આ ઘટના બાદ વન્ય પ્રાણી પ્રેમીઓએ જંગલી જાનવરોને સુરક્ષા આપવા માટેની માંગ કરી છે. આ જગ્યા પર દિવસ-રાત વાહનોની ભારે અવર-જવર રહેતી હોય છે. વનવિભાગ અકસ્માત કરનારા આ અજાણ્યા વાહન ચાલકની શોધખોળ જારી .

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *