અમૃતસર ટ્રેન દુર્ઘટનાનો શોક પાળવા શ્રીહરમંદિર સાહિબમાં દિપાવલીના દીપ નહીં પ્રગટે

October 24, 2018 - krishana trivedi

No Comments

કહેવત છે કે દાળ-રોટી ઘરની, દિવાળી અમૃતસરની. દર વર્ષે દિવાળી ત્યોહાર પર સ્વર્ણ મંદિરમાં શ્રી દરબાર સાહિબના સરોવર નજીક ચાર લાખ દીવા પ્રગટાવવામાં આવે છે અને તેનો મનમોહક નજારો જોવા માટે દેશ-વિદેશથી લોકો અહીં આવે છે. પરંતુ આ વર્ષે રેલ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી એસજીપીસીએ નિર્ણય લીધો છે કે શ્રી દરબાર સાહેબમાં દીવા પ્રગટાવવામાં નહીં આવે.

એસજીપીસીના વડા ગોંબિદ સિંહ લૌંગોવાલે જણાવ્યું કે આ નિર્ણય એસજીપીસીના કાર્યકારિણી સદસ્ય ભગવંત સિંહ સિઆલિકા, સદસ્ય રાજિંદર સિંહ મેહતા, સુરજીત સિંહ ભિટેવડ અને એસજીપીસીના મુખ્ય સચિવ ડૉ.રૂપ સિંહ પર આધારિત તમામ કમિટિએ લીધો છે.

25 ઓક્ટોબરે ગુરૂ પર્વ પર નગર કિર્તન પુરાતન ગેટ નજીક નિર્ધારિત રૂટ પર જ નિકાળવામાં આવશે. આ ઉપરાંત ગાયન કિર્તન સમાગમ, રાગ દરબાર, અમૃત સંચાર, જલૌહ સાહિબ, 52 કારોબારીઓનો સન્માન સભારંભ, કથા, વિગેરે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ આયોજિત કરવામાં આવશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *