શ્રદ્ધા કપૂર ‘બાહુબલિ’ ફેમ પ્રભાસ સાથે ‘સાહો’ ફિલ્મમાં મળશે જોવા…

October 23, 2018 - krishana trivedi

No Comments

આશિકી-૨, ‘એક વિલન’ અને ‘હૈદર’ જેવી સફળ ફિલ્મો આપનારી શ્રદ્ધા કપૂરની ‘ઓકે જાનૂ’, ‘હસીના’ જેવી છેલ્લી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ ન કરી શકી, પરંતુ હમણાં રિલીઝ થયેલી હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’એ બધી કસર પૂરી કરી. સ્વાભાવિક રીતે તેનાથી શ્રદ્ધાના હોંશલા બુલંદ થયા છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો-હીરોઇનની ફીમાં અંતર હોય છે. આ ઉપરાંત પણ ઘણા ભેદભાવ જોવા મળે છે. આ અંગે શ્રદ્ધા કહે છે કે મને ખ્યાલ નથી કે હીરોને કેટલી ફી મળે છે અને હીરોઇનને કેટલી. હું મારા અનુભવના આધારે કહું તો મને ઇન્ડસ્ટ્રીની સારી વાત એ લાગે છે કે આજે અભિનેત્રીઓને પણ એટલું કામ મળી રહ્યું છે.

શ્રદ્ધા કપૂરનો અત્યારે એક્ટિંગ સિવાય બીજું કંઇ પણ કરવાનો ઇરાદો નથી. તે કહે છે કે આજના સમયની સારી વાત એ છે કે જો તમે કોઇ અન્ય ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છતાં હો તો તેના માટે ઘણી સારી તકો ઉપલબ્ધ છે. હું મારી વાત કરું તો મને એક્ટિંગ કરવી ગમે છે.

હાલમાં હું મારા કામ પર જ ફોકસ કરવા ઇચ્છું છું. સારી અને યાદગાર ફિલ્મોનો ભાગ બનવા ઇચ્છું છું. શ્રદ્ધા હવે ‘બાહુબ‌િલ’ ફેમ પ્રભાસ સાથે ‘સાહો’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ હિંદી અને તેલુગુ બંને ભાષામાં બની રહી છે. શ્રદ્ધા કહે છે કે આ ફિલ્મ મારી કરિયર માટે અત્યંત ખાસ છે, કેમ કે પહેલી વાર હું એકસાથે ઘણી ભાષામાં બનનારી ફિલ્મ પર કામ કરવા જઇ રહી છું. •

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *