મધ્યપ્રદેશ: શિવરાજ સિંહને સાધુ સમાજનો ટેકો, ફરી CM બનવાના આપ્યા આશિષ

October 23, 2018 - krishana trivedi

No Comments

મધ્યપ્રદેશના રાજકારણમાં હવે રાજકીય પક્ષો જ નહીં પરંતુ સાધુ-સંતો વચ્ચે પણ રાજકારણ રમવાનું શરૂ થઈ થયું છે. કમ્પ્યૂટર બાબાએ ખુલીને શિવરાજ સિંહ સરકારનો વિરોધ કર્યા બાદ હવે રાજ્યમંત્રી સ્વામી અખિલેશ્વરાનંદે શિવરાજ સિંહ ચૌણના સમર્થનમાં સંત સમાગમનું આયોજન કર્યું હતું. અહીં એક સ્વરમાં તમામ સાધુ-સંતો શિવરાજ સરકારની પ્રશંસા કરતા નજરે પડ્યા અને તેમણે શિવરાજ સરકારને સત્તા પર આવવાના આશીર્વાદ પણ આપ્યા.

ભોપાલમાં યોજાયેલ આ સંત સભામાં મધ્ય પ્રદેશના પ્રમુખ શિવાજ સિંહ ચૌહાણ અત્યંત ખુશ હતા. ખુશ થવાનું કારણ એ હતું કે સંત સભામાં જોડાયેલા તમામ સાધુ સમાજના પ્રમુખે શિવરાજ સિંહ ચૌહાણની પ્રશંસા કરી હતી. કમ્પ્યૂટર બાબાના રાજીનામાં બાદ શિવરાજ સરકારનું સાધુ-સંતોએ સમર્થન કર્યું તે પણ ખુશ થવાનું બીજું કારણ હતું.

મધ્યપ્રદેશની રાજનીતિમાં સાધુ-સંતો અને ધાર્મિક સ્થળોનો ઘણો પ્રભાવ છે. રાજ્યની 230માંથી 100થી વધુ બેઠકો કોઈ પણ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ સાથે સીધી રીતે જોડાયેલી છે. છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ધાર્મિક સ્થળોથી જોડાયેલી મોટા ભાગની બેઠકો પર ભાજપનો કબજો રહ્યો છે. આ સાથે સંતોની પ્રશંસાથી સી.એમ. પણ ખુશ છે. કમ્પ્યૂટર બાબાના વિરોધ અને સાધુ-સંતોના આક્રોશ બાદ શિવરાજ સિંહ ચૌહાણ સાધુ-સંતોનું આ સમાગન શુભ સંકેત લઇને આવ્યું છે. સંત સભામાં પહોંચેલા તમામ સાધુઓએ શિવરાજ સિંહ ચૌહાણની અત્યંત પ્રશંસા કરી તો તેમને સત્તામાં આવવાના આશીર્વાદ પણ આપ્યા.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *