દાંતીયા ગામે ખેતરમાં કચરો કેમ નાખો છો કહી ધારીયા વડે હુમલો

October 23, 2018 - krishana trivedi

No Comments

થરાદના દાંતીયામાં ખેતરમાં લીમડાનો કચરો નહી નાંખવા જેવી સામાન્ય બાબતે કહેવા જતાં બે પડોશીઓ દ્રારા ઉશ્કેરાઇને ધારીયા વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાવવામાં આવી હતી. પોલીસસુત્રોએ જણાવ્યું હતું કે  થરાદના દાંતીયા ગામમાં મનજીભાઇ રાંમાભાઇ પટેલ નામના ખેડુત પોતાના ખેતરમાં કાંટા વીણતા હતા.

ઉશ્કેરાયેલા વિક્રમભાઇ આશારામભાઇ પુરોહિતે ડાબા હાથે ધારીયું માર્યું હતું.જ્યારે આશારામભાઇ તથા સુરેશભાઇ અને દિનેશભાઇએ ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવની મનજીભાઇની ફરીયાદના આધારે પોલીસે ચાર પિતાપુત્રો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. નજીવી લીમડાનો કચરો નાખવા જેવી બાબતમાં ધારિયા વડે હુમલો કરતાં દોડધામ મચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડ્યા હતા.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *