ટેલિકોમ સેક્ટર સંકટમાંઃ 60 હજારથી વધુ કર્મચારીઓની છટણીનો ખતરો

October 23, 2018 - krishana trivedi

No Comments

નવી દિલ્હી: ટેલિકોમ સેક્ટરમાં આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૬૦ હજારથી વધુ લોકોની છટણી થઇ શકે છે. હવે મર્જર કરનારી કંપનીઓની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર, ટાવર ફર્મ્સ અને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રિટેઇલ આર્મ્સ વધુ કર્મચારીઓને રાખવા માગતા નથી.

સ્ટાફિંગ ફર્મ ટીમ લીઝ સર્વિસીઝનું કહેવું છે કે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ સમાપ્ત થનાર નાણાકીય વર્ષ સુધીમાં ટેલિકોમ સેક્ટરમાંથી ૬૦ હજારથી વધુ નોકરીઓ જઇ શકે છે. તેની સૌથી વધુ અસર કસ્ટમર સપોર્ટ અને ફાઇનાન્શિયલ વર્ટિકલ્સ પર પડશે.

એક ઇન્ડસ્ટ્રી એક્ઝિક્યુટિવના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૯માં સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં બે ક્વાર્ટરમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ૧૫થી ૨૦ હજાર નોકરીઓ ઓછી થઇ છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યુના જણાવ્યા અનુસાર અમે અત્યારે કટોકટીના સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ.

કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, ફોર-જી નેટવર્ક એક્સપાનન્સનમાં હાયરિંગ વધારી રહી છે. ટેલિકોમ સેક્ટરમાં છેલ્લાં કેટલાંક વર્ષમાં પ્રાઇસ વોર અને મર્જર જોવા મળ્યું છે અને તેથી આ સેક્ટરમાં સંકટ ઊભું થયું છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *