ચોરીના આરોપ બદલ મહિલા પોલીસે માતા-પુત્રીને પુરૂષ અધિકારીઓ સામે કપડા કાઢી ફટકાર્યા

October 23, 2018 - krishana trivedi

No Comments

છત્તીસગઢમાં 60 વર્ષીય મહિલા અને તેની પુત્રી સાથે અમાનવીય વ્યવહાર કરાયો છે. મીડિયાના રિપોર્ટ્સ મુજબ, બિલાસપુરના પોલીસ સ્ટેશનામાં એક મહિલા પોલીસ અધિકારીએ ચોરીના આરોપ બદલ 60 વર્ષીય મહિલા અને તેની 27 વર્ષયી પુત્રીના કપડા ઉતારીને પુરુષ પોલીસ ઓફિસર્સની સામે તેમને ઢોર માર માર્યો હતો જેના કારણે માતા-પુત્રી ગંભીર રીત ઘવાયા છે.

આ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે(એમએચઆરસી) છત્તીસગઢના ડીજીપીને નોટીસ મોકલી છે. એમએચઆરસીએ જણાવ્યું કે, પ્રાપ્ત માહિતી નુજબ માતા હાઇપરટેન્શની દર્દી છે જ્યારે તેણે ડોક્ટર પાસે તપાસ કરાવવાની માગ કરી તો તેની માગ પર ધ્યાન અપાયું નહતું. એનએચઆરસીએ આ મામલે છત્તીસગઢની ડીજીપીને નોટીસ મોકલીને 4 સપ્તાહની અંદર રિપોર્ટ માંગી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે માતા-પુત્રીને 17 ઓક્ટોબરે કોર્ટમાં હાજર કરાયા હતા. ત્યારે તેમણે તેમની સમગ્ર વાત કોર્ટને જણાવી હતી.

કોર્ટે આ અંગે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તપાસનો આદેશ કર્યો છે અને 26 ઓક્ટોબર સુધી રિપોર્ટ માંગી છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે એટલી હદ સુધી તેમની ધોલાઇ કરી છે કે, બન્ને માતા-પુત્રી ચાલી પણ નથી શકતા. ત્યાંજ એનએચઆરસીએ જણાવ્યું કે, જ્યારે કોઇની ધરપકડ કરવામાં આવે છે, ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી પોલીસની હોય છે અને પોલીસે જ અમાનવીય વ્યવહાર કર્યો છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *