ઘોર લાપરવાહી: ઓપરેશન થિયેટરમાંથી કુતરુ દર્દીનો કાપેલો પગ લઈને ભાગ્યુ

October 23, 2018 - krishana trivedi

No Comments

બિહારનાં બક્સરની એક હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જે હોસ્પિટલ પ્રશાસનની ઘોર લાપરવાહીનો દાખલો પુરો પાડે છે. બક્સર રેલ્વે સ્ટેશન પર શ્રમજીવી એક્સપ્રેસ પર ચઢતી વખતે રામનાથ મિશ્રાનો પગ લપસી પડતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેથી તાત્કાલિક ધોરણે તેમને નજીકની સદર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં ડૉક્ટર્સ દ્વારા રામનાથ મિશ્રાની સારવાર ચાલી રહી હતી.

રેલ્વે અકસ્માતમાં રામનાથ મિશ્રાનો એક હાથ અને એક પગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. રામનાથનાં પગમાં ગંભીર ઈજા થવાના કારણે ડોક્ટર્સને તેમનો પગ કાપવાની ફરજ પડી હતી. ડોક્ટર્સે દર્દીનો પગ કાપીને રાખ્યો હતો ત્યા જ હોસ્પિટલમાં ફરી રહેલુ એક કુતરુ અચાનકથી ઓપરેશન રૂમમાં આવી પહોંચ્યુ અને તે દર્દીનો કપાયેલો પગ લઈને ત્યાંથી ભાગી ગયુ.હોસ્પિટલનાં સ્ટાફે કુતરાને શોધવાની ઘણી કોશિશ કરી તેમ છતા પણ કુતરાની ભાળ મળી નહીં. એવામાં બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ રામનાથ મિશ્રાએ હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસો ભર્યા.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *