કાશ્મીરમાં ગીતા, રામાયણના પુસ્તકો ખરીદવાનો આદેશ રદ

October 23, 2018 - krishana trivedi

No Comments

જમ્મુ -કાશ્મીરની સરકારી સ્કૂલો અને કોલેજોમાં શ્રીમદ ભગવદ ગીતા અને રામાયણના પુસ્તકો ઉપલબ્ધ કરાવવાના નિર્ણયને કારણે રાજકીય વિવાદ પેદા થયો હતો, જેના કારણે કાશ્મીરની હાલત બગડી શકે તેવી શક્યતા જોતાં રાજ્ય સરકારે મંગળવારે ઉપરોક્ત આદેશ રદ કરી દીધો છે. હકીકતમાં સ્કૂલ શિક્ષણ વિભાગના અન્ડર સેક્રેકટી મોહમ્મદ યાકૂબે ગત સોમવારે કાશ્મીરના સ્કૂલ શિક્ષણ નિર્દેશકને એક પત્ર મોકલ્યો હતો.

4 ઓક્ટોબર 2018ના જમ્મુ-કાશ્મીરના રાજ્યપલ સત્યપાલ મલિકના એક સલાહકારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયનો ઉલ્લેખ કરાયો છે અને કહ્યું કે, સ્કૂલ શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, કોલેજ નિર્દેશક, લાયબ્રેરી ડાયેરેક્ટર અને સંસ્કૃતિ વિભાગ દ્વારા શ્રી સર્વાનંદ પ્રેમી દ્વારા લખાયેલી કૌશુર રામાયણ અને શ્રીમદ ભગવદ ગીતાના અનુવાદની પર્યાપ્ત સંખ્યામાં નકલ ખરીદવા વિચારણા કરવામાં આવે, જેથી આ પુસ્તકો રાજ્યની તમામ સ્કૂલો, કોલેજો અને લાયબ્રેરીમાં ઉપલબ્ધ કરાવી શકાય

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *