ઓકુલસના કો-ફાઉન્ડર અને CEO ઈરાઈબે FB સાથે છેડો ફાડ્યો

October 23, 2018 - krishana trivedi

No Comments

ફેસબુકની કંપની ઓકુલસના કો-ફાઉન્ડર અને સીઇઓ બ્રેન્ડન ઈરાઈબે કંપનીને અલવિદા કહી દીધું છે. ઓકુલસ વર્ચુયલ રીઆલીટી હેડસેટ બનાવતી કંપની છે. જેને ફેસબુકે 2014માં 3 બિલિયન ડોલરમાં ખરીદી હતી. નોંધનીય છે કે, ગત 2 વર્ષમાં બ્રેન્ડન એવા છઠ્ઠા ફાઉન્ડર છે જેમણે કંપની છોડી દીધી હોય. ઈરાઈબ દ્વારા કંપની છોડવા પાછળનું કારણ ફેસબુકે ઓકુલસ રીફ્ટ 2 હેડસેટને વખોડીને તેને રદ કર્યું હોવાનું જણાય છે.

બ્રેન્ડને  ફેસબુક પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, હું તમામનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, ખાસ કરીને માર્ક ઝુકરબર્ગને જેમણે મારી ટીમ પર અને એઆર અને વીઆર ભવિષ્ય પર વિશ્વાસ મૂક્યો. નોંધનીય છે કે, ગત માસમાં ઇન્સટાગ્રામના કો-ફાઉન્ડર કેવિન સાયસ્ટ્રોમ અને માઇક ક્રેગરે ફેસબુક છોડી દીધી હતી. ફેસબુકે ઇન્સ્ટાગ્રામને 2012માં 1 બિલિયન ડોલરમાં ખરીદી હતી. અગાઉ વોટ્સએપના કો-ફાઉન્ડર જોન કોમે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું વોટ્સએપને ફેસબુકે 2014માં 19 બિલિયન ડોલરમાં ખરીદી હતી.

 

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *