ઈન્દ્રોડાપાર્કમાં ગીરના સિંહનું આગમનઃ સિંહણને અઠવાડિયા બાદ લાવવામાં આવશે

October 23, 2018 - krishana trivedi

No Comments

અમદાવાદીઓને હવે સિંહદર્શન માટે હવે કાંકરિયા ઝુ સિવાયનું નવું ઠેકાણું મળી રહ્યું છે. અમદાવાદથી માત્ર રપ કિલોમીટર દૂર હવે અમદાવાદીઓને ગાંધીનગરના પ્રકૃતિ ઉદ્યાનમાં એશિયા‌િટક સિંહ પણ જોવા મળવાના છે. ગીરના સક્કરબાગ ઝૂ ખાતેથી એક સિંહનું ગઈ કાલે આગમન થયું છે જ્યારે તેની જોડીદાર સિંહણને ૭ દિવસ બાદ ઈન્દ્રોડાપાર્ક પ્રકૃતિ ઉદ્યાન લવાશે.

દિવાળી વેકેશનના દિવસો દરમિયાન એટલે કે ૯ નવેમ્બર આસપાસ સિંહજોડીને જોઈ શકાશે. સિંહના આગમન બાદ તેને વાતાવરણને અનુકુલિત કરવા માટે સંપૂર્ણ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે તેથી દિવાળીના તહેવાર પછી તેમને લોકો સમક્ષ એટલે કે ઇન્દ્રોડા પાર્કમાં નિહાળવા માટે મૂકવામાં આવશે.

આગામી ૧પ દિવસ સુધી સિંહને નિરીક્ષણ હેઠળ રખાશે. ત્યારબાદ બાદ લોકો સિંહને જોઈ શકશે, કારણ કે પ્રકૃતિ ઉદ્યાનમાં એશિયા‌િટક સિંહની જોડી લાવવામાં આવી છે. તે જોડી જૂનાગઢના સક્કરબાગમાંથી લાવવામાં આવી છે.

રાજ્યના પાટનગરમાં પહેલી વાર આ જોડી આવી રહી હોવાના કારણે પ્રાણીસંગ્રહાલયના નિષ્ણાત તબીબોએ પણ તેની ચકાસણી હાથ ધરી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગાંધીનગર ખાતે આવેલા ઈન્દ્રોડાપાર્કમાં સિંહને રાખવાની મંજૂરી આપી છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *