અમદાવાદ: બિટકોઇન ખંડણી પ્રકરણમાં જતીન પટેલનું કોર્ટમાં સરન્ડર

October 23, 2018 - krishana trivedi

No Comments

બિટકોઇન ખંડણી પ્રકરણમાં એક માત્ર ભાગેડૂ એવો જતીન પટેલ કોર્ટ સમક્ષ સરન્ડર થઇ ગયો છે. આ મામલે કોર્ટે તપાસ અધિકારીને નોટિસ પાઠવતા તેઓ કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને કાયદાકીય જોગવાઇ અનુસાર તેની કસ્ટડી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ખંડણી માગવાના કેસમાં સીઆઇડી ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

ત્યારબાદ સીઆઇડીએ આ પ્રકરણમાં અમરેલીના જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ, એલસીબી પીઆઇ અનંત પટેલ, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, એડવોકેટ કેતન પટેલ સહિતના આરોપીઓને ઝડપી જેલમાં મોકલી આપ્યા છે. બીજી તરફ ગઇકાલે મોડી સાંજે અચાનક જ જતીન પટેલ સ્પે. કોર્ટ સમક્ષ હાજર થયો હતો. ત્યારબાદ કોર્ટે તેને જેલમાં મોકલી આપી તપાસ અધિકારીને હાજર રહેવા નોટિસ પાઠવી હતી. જેથી આ કેસમાં સ્પે. સરકારી વકીલ અમિત પટેલ અને વર્ષાકિરણ રાવે આરોપીની કસ્ટડી મેળવવા અરજી આપી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ખંડણી-અપહરણ કેસનો આરોપી છે અને તપાસ કરનાર અધિકારીના હક્ક છે તેની કસ્ટડી મેળવવાના તેથી તેની કસ્ટડી સોંપો.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *