અફઘાન તાલિબાનના પૂર્વ ઉપ પ્રમુખને પાકિસ્તાન મુક્ત કરશે

October 23, 2018 - krishana trivedi

No Comments

પાકિસ્તાને કતારની દખલગીરી પછી અફઘાન તાલિબાનના પૂર્વ ઉપ પ્રમુખ મુલ્લા અબ્દુલ ગની બરાદરને છોડી મૂક્યો છે. માનવામાં આવી રહ્યું છે પાકિસ્તાનના આ પગલાંથી અફઘાનિસ્તાનમાં શાંતિના પ્રયાસોને પ્રોત્સાહન મળશે.  મુલ્લા બરાદર એ ચાર શેષ કમાન્ડરોમાંથી એક છે જેણે 1994માં અફઘાન તાલિબાનની રચના કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો .

મુલ્લા બરાદરને પાકિસ્તાનના સુરક્ષા દળોએ 2010માં કરાંચીમાંથી ઝડપ્યો હતો. મુલ્લા બરાદર અત્યાર સુધીનો સૌથી મોટો અફઘાન કેદી છે જેને પાકિસ્તાન દ્વારા છોડવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન એજન્સીઓ દ્વારા તેની ધરપકડ પછી કતાર દ્વારા પાકિસ્તાન પર તેની આઝાદી માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.  આ અર્થે હાલમાં જ કતારના ઉચ્ચ સ્તરના પ્રતિનિધિમંડળે ઇસ્લામાબાદની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાન સરકાર સાથે વાતચીત કરી હતી.

પાકિસ્તાનની જાહેરાતમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે મુલ્લા બરાદરને ક્યાથી છોડવામાં આવી રહ્યો છે અને તેને અફઘાનિસ્તાનને સોંપવામાં આવશે કે પાકિસ્તાનમાં જ રાખવામાં આવશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *