ગુજરાત પોલીસ પર ભરોસો નઇ કે? મહેસાણા પાલિકા આઉટ સોર્સિંગથી બાઉન્સર રાખશે

October 13, 2018 - neha maheriya

No Comments

mehsana municipal corporation out source security hired bouncers

મહેસાણા: રાજકારણનો અખાડો બની ગયેલી મહેસાણા નગરપાલિકાને જાણે કામગીરીમાં સલામતીનો ભય સતાવી રહ્યો હોય એમ આઉટ સોર્સિંગથી બાઉન્સર રાખવાની તૈયારી કરી છે. તાજેતરમાં ખાનગી એજન્સીઓ પાસે આઉટ સોર્સિગથી બાઉન્સર પૂરા પાડવા ભાવો મંગાવી દીધા છે. જેને લઇને શું પોલીસ પર ભરોસો નથી કે તેને લઇને પાલિકામાં બાઉન્સર પ્રકરણ ચર્ચાસ્પદ બન્યું છે. બીજીબાજુ, આ મામલે સત્તાપક્ષના સભ્યોમાં જ વિરોધનો સૂર શરૂ થયો છે.રાજ્યમાં પ્રથમ મહેસાણા પાલિકાએ સુરક્ષા માટે બાઉન્સર રાખવાનું આયોજન કર્યું છે. દબાણ કાર્યવાહીમાં રખેને હુમલો થાય તો પહોંચી વળવા આધુનિક સેફ્ટી માટે સત્તાધિશોએ કદમ માંડ્યુ છે. જોકે, દબાણ કાર્યવાહી વખતે પોલીસ બંદોબસ્ત મેળવીને ટીમ નીકળતી હોય છે. ત્યાં સિક્યુરિટી ગાર્ડ નહીં પણ આઉટ સોર્સિગથી બાઉન્સર માટે કરાયેલી પ્રક્રિયાએ ચર્ચા જગાવી છે. ત્યારે કોંગી કોર્પોરેટરોમાં શરૂ થયેલા ગણગણાટથી આગામી દિવસોમાં નવો વિવાદ થવાની શક્યતા છે.સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું કે, બાઉન્સર દીઠ દૈનિક અંદાજે રૂ.490 રેટ આંકવામાં આવી રહ્યો છે.

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *