આ દીવાળીમાં ધારાસભ્યોને બખ્ખા! 65% વધેલો પગાર નવે.માં એરિયર્સ સાથે જમા થશે

October 13, 2018 - neha maheriya

No Comments

ગાંધીનગર: વિધાનસભાના ચોમાસુ સત્રમાં સર્વાનુમતે પસાર થયેલા ધારાસભ્યો- મંત્રીમંડળના સભ્યો અને પદાધિકારીઓના પગારવધારાના બિલને શુક્રવારે મંજૂર કરી રાજ્યપાલે સરકારને મોકલી આપ્યું છે. હવે નવેમ્બરમાં દિવાળી ઉપર પ્રજાના ટેક્સના પૈસે મંત્રીઓ અને ધારાસભ્યોને પગાર વધારા અને એરિયર્સની રકમની લાખો રૂપિયાની દિવાળી થશે. પગારવધારાના વાર્ષિક 10 કરોડ અને એરિયર્સ પેટે 6 કરોડ મળી કુલ 16 કરોડનું ભારણ નાગરિકો ઉપર પડશે. ભાજપ અને કોંગ્રેસે ધારાસભ્યોના પગારવધારાનું બિલ સર્વસંમતિથી પસાર કર્યા બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને રાજભવન સુધી રજૂઆતો પહોંચી હતી. આ બિલને રાજ્યપાલે વિચારણામાં રાખ્યું હતું જે શુક્રવારે મંજૂરી સાથે સરકારને મળી ગયું છે. હવે નિયમાનુસાર નોટિફિકેશનની પ્રક્રિયા અનુસરીને સરકાર તેનો અમલ કરશે. સપ્ટેમ્બર મહિના સુધીના એરિયર્સ સાથે મંત્રીઓ અને ધારાસભ્યોને ઓક્ટોબરનો નવો પગાર નવેમ્બરમાં નવો પગાર મળશે. મંત્રીઓ અને વિપક્ષના નેતા સહિતના પદાધિકારીઓને ડિસેમ્બર-2017થી અને ધારાસભ્યોને ફેબ્રુઆરી 2018થી પગારવધારો અમલી બનશે. જેથી મંત્રીઓ-પદાધિકારીઓને 10 મહિનાનું અને ધારાસભ્યોને 8 મહિનાનું એરિયર્સ મળશે.

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *