આણંદની અંજલિ પટેલ અંડર-19 મહિલા ટી-20 ક્રિકેટ ટીમની કેપ્ટન

October 13, 2018 - neha maheriya

No Comments

આણંદની અંજલિ પટેલ અંડર-19 મહિલા ટી-20 ક્રિકેટ ટીમની કેપ્ટન

અમદાવાદના ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા અંડર-૧૯ ટી-૨૦ મહિલા ક્રિકેટ ટીમનું સિલેક્શન યોજાયું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી ૫૦ જેટલી ખેલાડીઓમાંથી મૂળ પચેગામ, તા.તારાપુરની ૧૮ વર્ષીય અંજલિ પટેલ આણંદની એન.એસ.પટેલ આર્ટસ કોલેજની વિદ્યાર્થિની છે. છેલ્લાં આઠ વર્ષથી આણંદ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન સાથે સંકળાયેલ છે અને આણંદના શાસ્ત્રી મેદાન પર અથાગ મહેનત કરેલ છે.

જેની પસંદગી જમણેરી ઓપનિંગ બેસ્ટમેન તરીકે થઇ છે. જે તા.૧૪થી ૨૨ ઓક્ટોબર દરમિયાન આંધ્રપ્રદેશના ગુંટુર ખાતે છ રાજ્યોની ક્રિકેટ ટીમ પંજાબ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, હૈદરાબાદ, સિક્કીમ, મેઘાલય એમ છ રાજ્યોની ટીમ સાથે ગુજરાત અંડર-૧૯ ટી-૨૦ની કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે. જે ભાલ પંથકના તારાપુર તાલુકા જિ.આણંદના છેવાડાના ગામ માટે ગૌરવ વધાર્યું છે.

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *