Business આ બેંકની શાખામાં થયું મોટું સાયબર ફ્રોડ, હેકર્સે લોકોના રૂ.143 કરોડ ઉપાડ્યા

October 12, 2018 - Himalaya

No Comments

મુંબઇ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસની શાખામાં એક મોટા સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે. હેકર્સે આ બેંકની નરીમન પોઇન્ટ શાખામાંથી 143 કરોડ રૂપિયા ચોરી લીધા છે. શાખાએ આ કેસમાં મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)ને ફરિયાદ નોંધાવી છે.

5 ઓક્ટોબરે નોંધાયેલી ફરિયાદમાં, એવું કહેવામાં આવ્યું છે કે હેકરોએ બેંકના સર્વરને હેક કર્યું હતુ. આ પછી તમામ એકાઉન્ટ્સ સુધી તેઓ પહોંચ્યા હતા. હેકરોએ ભારતની બહારના ઘણા ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કર્યા છે. આ કેસમાં અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસની નરીમન પોઇન્ટ શાખા રહેજા સેન્ટરના 15માં માળ પર સ્થિત છે. 9 મહિનાની અંદર બેંકોમાં થયેલ સાયબર છેતરપિંડીનો આ ત્રીજો મોટો કેસ છે. અગાઉ ફેબ્રુઆરીમાં ચેન્નાઇ યુનિયન બેન્કની શાખાઓથી બેંક છેતરપિંડી દ્વારા 34 કરોડ રૂપિયા અને ઓગસ્ટમાં કોસ્મોસ બેન્કના પુણે હેડક્વાર્ટરથી 94 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

કોસમોસ બેંક કૌભાંડમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે ચેન્નાઇ બેંક કૌભાંડમાં પણ આ લોકોની સંડોવણી તો હતી નહી ને. સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસના નરીમન પોઈન્ટ શાખાના ઇન્ચાર્જ પ્રકાશ નારાયણે આ બાબત પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ઇઓડબ્લ્યુના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને સાયબર નિષ્ણાતો તપાસમાં મદદ કરી રહ્યા છે.

Himalaya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *