સુરતઃ ધુમ્મસના કારણે સુરત એરપોર્ટ પરથી ફલાઇટ ડાયવર્ટ કરવાનો સિલસિલો જારી

October 12, 2018 - krishana trivedi

No Comments

શહેરમાં છેલ્લા દિવસોથી વહેલી સવારે ગાઢ ધુમ્મસ ફેલાયેલું હોય છે અને તેના કારણે સતત ફલાઇટ ડાયવર્ટ કરવાની નોબત આવી છે. ગાઢ ધુમ્મસના કારણે 100 મીટર કરતાં પણ ઓછી વિઝીબિલિટીના કારણે ફરી બે ફલાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી. જે અન્વયે મુંબઈ-સુરત અને દિલ્હી-સુરત ફલાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે.

આજે સવારે એરપોર્ટ પર ગાઢ ધુમ્મસની ચાદર ફેલાયેલી હતી જેના કારણે 100 મીટર દુરનું પણ જોવું શક્ય ન હતું. જેના કારણે સુરત એરપોર્ટ પર પ્લેનને લેન્ડિંગ કરાવવાનું જોખમ લઈ શકાય તેમ ન હોવાથી એર ઇન્ડિયાની ફલાઈટને સુરતથી પાછી મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે દિલ્હીથી સુરત માટે આવેલી ઇન્ડિગોની ફલાઇટ પણ અમદાવાદ ખાતે ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. સવારના 9 વાગ્યા બાદ સુરત એરપોર્ટ પરથી ધુમ્મસ હટતાં મુંબઈ અને અમદાવાદ ડાયવર્ટ કરાયેલી ફલાઇટસને સુરત એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે હજી તો બે દિવસ અગાઉ જ તા. 10મી ઓકટોબરના રોજ ધુમ્મસના કારણે સુરત એરપોર્ટ પરની બે ફલાઇટ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *