શિવપાલ પર યોગી સરકાર મહેરબાન, માયાવતીનો ખાલી બંગલો ફાળવ્યો

October 12, 2018 - krishana trivedi

No Comments

સમાજવાદી સેક્યુલર મોર્ચાની રચના કર્યા બાદ શિવપાલ યાદવ પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જરુર કરતા વધુ મહેરબાન થયા છે. માયાવતી જે બંગલામાં બીએસપીની ઓફિસ ચલાવતી હતી, એ બંગલો હવે શિવપાલ યાદવને ફાળવી દીધો છે. આમ, સમાજવાદી પાર્ટીમાંથી બગાવત કર્યા બાદ સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરનાર શિવપાલ યાદવ પર ભાજપ મહેરબાની થઈ રહી છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ માયાવતી આ બંગલાને છોડીને નજીકના અન્ય બંગલામાં શિફ્ટ થઈ હતી. એ બંગલામાં હવે શિવપાલ યાદવ રહેશે. આમ, એક રીતે માયાવતીના પડોશી શિવપાલ બની ગયા છે.

શિવપાલ પર ભાજપ સરકારની આ મહેરબાનીને કારણે કેટલીક અટકળો તેજ થઈ છે. રાજ્ય બાંધકામ વિભાગના આ નિર્ણયને રાજકીય દૃષ્ટિએ જોવામાં આવી રહ્યો છે. શિવપાલને એલબીએસ-6 નંબરનો સરકારી બંગલો ફાળવ્યો છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *