વોશિંગ મશીનની જેમ કપડાં ધોવે આ અલ્ટ્રાસોનિક સાબુ, માત્ર 30 મિનિટમાં જ ઢગલાબંધ કપડાં તો ધોઈ નાખે સાથે જ બચાવે 80% વીજળી

October 12, 2018 - Himalaya

No Comments

જર્મન આંત્રપ્રિન્યોર લીના સોલિસે સાબુના જેવુ ગેજેટ તૈયાર કર્યુ છે. જે માત્ર અડધા કલાકમાં ઢગલાબંધ કપડાં ધોઈ નાખે છે. તેમાંય ખાસ વાત આ છે કે, તેને વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી કપડાંને કોઈ નુકસાન થતુ નથી. ડોલ્ફી નામની આ ડિવાઈસ પોકેટ કે પર્સમાં સરળતાથી આવી જશે.
જે વોશિંગ મશીનની તુલનાએ 80 ટકા વીજ બચાવે છે. આશરે 8000 લોકોએ આ પ્રોડક્ટનું ટેસ્ટીંગ કર્યુ છે. અને તમામ માટે લોકપ્રિય બની છે. સોલિસ જણાવે છે કે, જે લોકો સતત મુસાફરી કરતાં હોય છે તેમના માટે આ ગેજેટ અત્યંત મહત્વનું છે. તેમનો હોટેલ્સ અને લોન્ડ્રીમાં કપડાં ધોવડાવવાનો ખર્ચ બચે છે. તેમજ અનૂકૂળતા અનુભવે છે. સોલિસને મુસાફરી દરમિયાન કપડાં ધોવડાવવા માટે અનેક અડચણો આવી હતી. જેને જોતાં સોલિસને આ ડિવાઈસ બનાવવાનો વિચાર આવ્યો.

રૂ. 13000ની આ ડિવાઈસ સત્તાવાર માર્કેટમાં આવી ગઈ

3 વર્ષ પહેલાં આ પ્રોજકેટ પર કામ શરૂ કર્યુ હતું. આશરે રૂ. 13000ની આ ડિવાઈસ સત્તાવાર માર્કેટમાં આવી ગઈ છે. કંપનીએ વર્ષમાં આવી 8 હજાર ડિવાઈસ બનાવવાનુ લક્ષ્યાંક મૂક્યુ છે. મેડિકલ અને ઈન્ડસ્ટ્રીમાં અલ્ટ્રાસાઉન્ડના વધતા ઉપયોગથી પ્રેરણા મેળવી ગેજેટ તૈયાર કરવામાં આવ્યુ છે. અલ્ટ્રાસોનિક સાઉન્ડની મદદથી કપડાં ધોવામાં ક્રાંતિકારી સુધારો જોવા મળશે. ડોફ્ફીના પ્રોડક્ટ ડિઝાઈનર આંદ્રે ફેનગુઈરોએ જણાવ્યુ કે, લોકો મુસાફરી દરમિયાન હરવા-ફરવાનો આનંદ મેળવી શકે, તેમજ તે દરમિયાન કપડાં ધોવાના બોજામાંથી મુક્ત થાય તે જરૂરી છે. કંપની વાજબી દરે તેનું ઉત્પાદન કરી રહી છે. આગામી ટુંકાગાળામાં આ સાબુ ધૂમ મચાવશે.

 

કેવી રીતે કરે છે કામ?

વોશિંગ મશીનની જેમ કપડાં ધોતી ડિવાઈસ ગંદા કપડાને પ્લાસ્ટીકના ટબ કે ડોલમાં પાણી અને ડિટરજન્ટ વડે પલાળી લેવાના. બાદમાં ડોલ્ફી તેમાં નાખી ચાલૂ કરવાનું રહેશે. ચાલુ થતાં તે અલ્ટ્રાસોનિક તરંગો મુક્ત કરશે. જેમાંથી હાઈ-પ્રેશર બબલ ઉત્પન્ન થશે. બબલ બ્લાસ્ટ થતાંની સાથે કપડાંનો મેલ રેસામાંથી દૂર થશે. આ ડિવાઈસને ચાર્જ કરવામાં મોબાઈલ જેટલી વીજનો વપરાશ થાય છે. વોશિંગ મશીનમાં વપરાતા પાણી અને વીજળીની તુલનાએ અત્યંત ઓછો વપરાશ કરે છે.

Himalaya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *