ભારતનું UNHRCમાં સભ્ય બનવાનું નિશ્ચિત, કોઈ નહીં કરે વિરોધ

October 12, 2018 - krishana trivedi

No Comments

એશિયા-પ્રશાંત ક્ષેત્રથી સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના સભ્ય તરીકે ભારતની કોઇ પણ વિરોધ વગર પસંદગી લગભગ નક્કી છે. સંયુક્ત રાષ્ટ્રની 193 સદસ્યની મહાસભા આગામી ત્રણ વર્ષ માટે માનવાધિકાર પરિષદના નવા સભ્યોની આજે પસંદગી કરશે. પરિષદના સભ્યની ગુપ્ત મતદાન દ્વારા પૂર્ણ બહુમતીના આધારે નિમણૂંક કરવાાં આવે છે.

પરિષદમાં નિમણૂંક માટે કોઈ પણ દેશને ઓછામાં ઓછા 97 મતની જરૂર હોય છે. એશિયા-પ્રશાંત ક્ષેત્રથી માનવાધિકાર પરિષદમાં કુલ પાંચ બેઠકો છે જેના માટે ભારત ઉપરાંત બહરીન, બાંગ્લાદેશ, ફિજી અને ફિલિપાઇન્સ પોતાની નોંધણી કરાવી છે. પાંચ બેઠકો માટે પાંચ દાવેદાર હોવાના કારણે તમામની પસંદગી થવાનું નક્કી છે.

ચૂંટણી પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે બહરીન, બાંગ્લાદેશ, ફિજી, ભારત અને ફિલિપાઇન્સે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં એશિયા-પ્રશાંત ક્ષેત્રની પાંચ બેઠકો માટે દાવો રજૂ કર્યો છે. નવા સભ્યોનો કાર્યકાળ એક જાન્યુઆરી,2019 થી શરૂ થઇને ત્રણ વર્ષ સુધી ચાલશે. ભારત આ પહેલા પણ 2011-2014 અને 2014થી 2017 બે વખત માનવાધિકાર પરિષદનું સભ્ય રહી ચૂક્યું છે.

ભારતનો છેલ્લો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2017માં સમાપ્ત થયો હતો. નિયમ મુજબ ભારત અત્યારે માનવાધિકાર પરિષદના સભ્યની પસંદગી પાત્ર નથી કારણ કે તે બે વખત સભ્ય રહી ચૂક્યું છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *