ટ્રેનના ટોયલેટમાં બાળકી પર બળાત્કારથી ખળભળાટ

October 12, 2018 - krishana trivedi

No Comments

ઝારખંડના ચાઈબાસામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીંયા ચક્રધારપુર રેલમંડળમાં સુરક્ષાકર્મીની દિકરી સાથે ચાલું ટ્રેનના ટોયલેટમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો. જેના કારણે છોકરી બેહોશ થતાં તેને રેલવે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે અને એની સારવાર ચાલી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર ચક્રધરપુર જીઆરપી પોલીસે 36 કલાક બાદ ફરિયાદ દાખલ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારના સાંજ લગભગ સાડા પાંચ કલાકે ચક્રધરપુર પહોંચેલી ટાટાનગર-ચક્રધરપુર પેસેન્જર ટ્રેનમાંથી યુવતિ બેહોશ હાલતમાં મળી આવી. જેને હોસ્પિટલમાં દાખલ કરાઈ. હોશમાં આવ્યા બાદ પણ છોકરી કશુંય બોલી શકી નહીં.

પરંતુ છોકરીએ કાગળ પર લખીને ટ્રેનમાં બળાત્કાર થયો હોવાની પોલીસને જાણકારી આપી. એમાં લખ્યું કે, એક બદમાશે મારી સાથે બળાત્કાર ગુજાર્યો છે. ડોક્ટરોની ટીમ રચીને પીડિતાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું.

ઘટનાના 45 કલાક બાદ મેડિકલ રિપોર્ટ આવતા એની વિશ્વસનીયતા પર પ્રશ્નો પેદા થયા છે. બીજી તરફ, પીડિત છોકરીની હાલતમાં હજુ કોઈ સુધારો દેખાતો નથી.

ચક્રધરપુરના રેલ ડીઆરએમ આ મામલામાં કશુંય કહેવાનો ઈનકાર કરી રહ્યાં છે. તેમના કહેવા પ્રમાણે મુસાફરોની સુરક્ષાની જવાબદારી અમારી નહીં, સુરક્ષા એજન્સીઓની છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *