એન્ડ્રોઈડ યૂઝર્સમાટે ખુશખબરી, પ્લે સ્ટોરમાં થયો આ ફેરફાર

October 12, 2018 - Himalaya

No Comments

એન્ડ્રોઈડ યૂઝર્સમાટે આ એક સારા સમાચાર છે.

ખાસ કરીને એ લોકોમાટે જેઓને પોતાની માહિતી ખાનગી રાખવી ગમતી હોય. ગૂગલે સંભવિત ડેટા લીક અને હેકીંગથી બચવા માટે થર્ડપાર્ટી ડેવલપર્સને 90 દિવસની એક ગાઈડલાઇન જાહેર કરી છે. આ પોલીસી પ્લે સ્ટોરમાટે છે. કંપનીએ કેટલાક ફેરફાર કર્યા છે, જેના કારણે યૂઝર્સને એપ યૂઝ પર વધારે કંટ્રોલ કરી શકશે.

ફક્ત ડિફોલ્ટ એપ્સને કોલ અને ટેક્સ મેસેજ મોકલવાની પરમિશન મળશે. ગૂગલ પ્રમાણે કોલ લોગ અને મેસેજની પરમિશન ફક્ત ફોનનો ડિફોલ્ટ એપ પાસે રહેશે. એન્ડ્રોઈડ ડેવલપર્સને 90 દિવસનો સમય આપવામાં આવશે. જેથી તે પોતાની એપ્સને એ રીતે અપડેટ કરી લે.

હાલમાં જ ગૂગલે ગૂગલ પ્લસના 5 લાખ એકાઉન્ટમાંથી ડેટા લીક થયા હોવાની શક્યતા દર્શાવી હતી. ત્યારબાદ કંપનીએ યૂઝર્સમાટે ગૂગલ પ્લસને બંધ કરવાની જાહેરાત કરી હતી. ગૂગલે કહ્યુ હતુ કે SMS Retriever API, SMS Intent API , Share Intent API અથવા Dial Intent API જેવી સર્વિસને કોલ, એસએમએસ અને કોલ લોગના એક્સેસમાટે પરમિશન આપશે. કંપનીને આશા છે કે આવું કરવાથી યૂઝર્સના જે ડેટા હેક થાય છે તેનાથી બચી શકાય છે. કેમકે એપ્સ કોલ લોગ્સ, મેસેજ અને ડિટેલ્સને લઈને યૂઝર્સને અસર કરશે.

પ્લે સ્ટોર પર આવી એપ્સની ભરમાર છે. જે કોઈ કારણવીના કોલ લોગ્સ, કોલ, મેસેજ એક્સેસને પરમિશન માંગે છે, પણ ખરેખર તે એપને આક્સેસ મેળવવા આવી કોઈ જરૂર રહેતી નથી. ગૂગલે નવી પોલીસીના પ્રોજેક્ટ સ્ટ્રોબના ભાગ રૂપે લેવામાં આવી છે. આ પ્રોજેક્ટ ગૂગલ સિક્યોર ડેટાનો એક ભાગ છે. હવે જોવાનું એ છે કે આવનારા સમયમાં એન્ડ્રોઈડ યૂઝર્સ પર આની કેવી અસર પડે છે.

Himalaya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *