સિંગાપોર એરલાઇન 19 કલાકની વિશ્વની સૌથી લાંબી ઉડાન ભરશે

October 11, 2018 - krishana trivedi

No Comments

સિંગાપોર એરલાઈન એક નવું સાહસ કરવા જઈ રહી છે જેમાં તે દુનિયાની સૌથી લાંબી ફ્લાઈટ ઉડાડવાની સિદ્ધી પ્રાપ્ત કરશે. આ ફ્લાઇટ સતત 19 કલાક સુધી હવામાં સફર કરશે. ફ્લાઈટ સિંગાપોરથી ઉડીને ડાયરેક્ટ ન્યૂ યોર્કમાં લેન્ડ કરશે.

સિંગાપોર ફ્લાઇટ એસક્યુ22 એરબસ એ350-900યુએલઆર વિમાનનો ઉપયોગ કરશે. આ વિમાનમાં કુલ 161 યાત્રી સવાર હશે જેમાં 67 બિઝનેસ કલાસ અને 94 પ્રીમિયમ ઇકોનોમી ક્લાસમાં હશે. વિમાનમાં ઇકોનોમી ક્લાસ રખાયો નથી.

ફ્લાઇટ ક્રૂમાં બે ફર્સ્ટ ઓફિસર અને 13 કેબિન ક્રૂ પણ સવાર હશે. કાર્યબોજને ધ્યાનમાં રાખતા એરલાઇને જણાવ્યું કે, પ્રત્યેક વ્યકિતને ઓછામાં ઓછો 4 ક્લાકનો રેસ્ટ મળશે.16700 કિમી લાંબી મુસાફરી હોવાથી આ ફ્લાઇટમાં મુસાફરો માટે વેલનેસનું ખાસ મેનુ સમાવાયું છે. આ ઉપરાંત સાત સપ્તાહથી વધુ ચાલે તેટલું ફિલ્મ અને ટીવી મનોરંજન પણ આ ફ્લાઇટમાં મળી રહેશે.

યાત્રીઓને સતત 19 કલાક સુધી સીટ પર બેસી રહેવું પડશે જે અત્યંત મુશ્કલ છે. પરંતુ તેમના માટે વિવિધ ઓડિયો અને વિઝ્યુલ સહિત મનોરંજંનના માધ્યમોને સમાવવામાં આવ્યા છે. ફ્લાઇટમાં જમવા અંગે એરલાઇને જણાવ્યું હતું કે, અમે ફ્લાઇટમાં ઓર્ગેનિક ખાનપાનની વ્યસ્થા કરી છે.

એરબસે જણાવ્યું હતું કે, ટ્વીન એન્જિન વાળા વિમાનને કારણે હવામાં ઇંધણનો ઉપયોગ ઘટશે જેને કારણે ફ્લાઇટ સરળતાથી ઉડાન ભરી શકશે.
અગાઉ કતાર એરવેઝની ફ્લાઇટ 921એ ઓકલેન્ડથી દોહા સુધીનું અંતર17 કલાક અને 40 મિનિટમાં કાપીને વિશ્વની સૌથી લાંબી ઉડાન ભરનારી ફ્લાઇટ રહી હતી જોકે હવે આ રેકોર્ડ સિંગાપોર એરલાઇનના નામે થઇ જશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *