લો-પ્રેશરથી પોરબંદરની ત્રણ હજાર બોટ પરત

October 11, 2018 - krishana trivedi

No Comments

અરબી સમુદ્રમાં લો પ્રેસરની સ્થિતિ સર્જાતા માછીમારોને બંદર ઉપર પરત ફરી જવા સૂચના આપી હતી જેને પગલે બોટ માલિકોને મોટુ આર્થિક નુકશાન વેઠવુ પડે છે. માછીમારોને નુકશાની ન વેઠવી પડે તે માટે તકેદારીના ભાગ રૂપે બંદર ઉપર પરત ફરી જવાની સૂચના આપી હોવાનું ફિશરીઝ વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતુ.

અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા વાવાઝોડા અને ભારે પવન ફુકાવાની શકયતા હોવાથી દરીયો ખેડવા ગયેલા માછીમારોને પરત ફરવા સૂચનાઓ આપવામાં આવી હતી. પોરબંદરની  ૩૦૦૦ હજાર જેટલી બોટો બંદરે પરત ફરી છે. આ બોટો પરત ફરતા માછીમારોએ જણાવ્યુ હતુ કે, અધવચ્ચેથી બોટો પરત ફરી છે જેને કારણે ૧ બોટ દીઠ અંદાજે લાખ રુપિયાનું નુકશાન થયુ છે .

લો પ્રેસરને કારણે બોટો પરત ફરતા આ અંગે પોરબંદરના ફિશરીઝ આસિસ્ટન્ટ અધિકારીએ એવુ જણાવ્યુ હતુ કે, લો પ્રેસરને કારણે દરીયો તોફાની બનવાની શકયતા હોય જેથી માછીમારોને પરત ફરવાની સૂચના આપી છે. જેથી માછીમારોને નુકશાની વેઠવી ન પડે. જે બોટો પરત ફરી છે તેને કોઈ નુકશાની થઈ નથી તેમ પણ ફિશરીઝ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ. માછીમારીની સીઝન શરૂ થયાને બે માસ જેવો સમય થયો છે ત્યાં જ અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા માછીમારી માટે ગયેલી બોટોને પરત ફરવુ પડયુ છે જેને લઈને બોટ માલિકોને મોટો આર્થિક ફટકો પડયો.

 

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *