પાલનપુર કોલેજના છાત્રોએ બળાત્કારના આરોપીને ફાંસીની સજાની માંગ કરી

October 11, 2018 - krishana trivedi

No Comments

હિંમતનગરની માસુમ દિકરી પર દૂષ્કર્મ ગુરનારા નરાધમ સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે ત્યારે પાલનપુર ખાતે આવેલી જી. ડી. મોદી કોલેજના છાત્રોએ બુધવારે વિશાળ રેલી યોજી કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી. હિંમતનગરની દીકરીના આરોપીને ફાંસીની સજા થાય તે માટે ગામે ગામ કેન્ડલ માર્ચ યોજવામાં આવી રહી છે.

તેમજ તંત્ર સમક્ષ રજૂઆતો થઇ રહી છે. ત્યારે પાલનપુર ખાતે જી. ડી. મોદી કોલેજમાં અભ્યાસ કરતાં છાત્રોએ પણ આરોપીને ફાંસીની માંગ સાથે બુધવારે કોલેજ ખાતેથી વિશાળ સંખ્યામાં રેલી યોજી હતી. અને કલેકટર કચેરીએ પહોચ્યા હતા. જ્યાં અધિક કલેકટક એલ. બી. બાંભણીયાને આવેદનપત્ર આપ્યું હતું.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *