થરાદના સવરાખામાં સગીરા પર ગામના યુવકે દુષ્કર્મ આચર્યુ

October 11, 2018 - krishana trivedi

No Comments

આજકાલ દુષ્કર્મ નું પ્રમાણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે.ત્યાજ ફરી એક ધટના બહાર આવી છે . થરાદના સવરાખાની એક સગીરા પર ગામના જ એક યુવકે બળજબરી પુર્વક દુષ્કર્મ કરતાં ફીટકારની લાગણી ફેલાવા પામી હતી.પોલીસે આરોપી સામે પોક્સો સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે થરાદ તાલુકાના સવરાખા ગામની એક સગીરા ખેતરમાં પરિવાર સાથે ગત છ ઓકટોબરે પોતાના પરિવાર સાથે સુઇ રહેલી હતી.

આ વખતે આવેલા પિન્ટુભાઇ રાજાભાઇ ઠાકોર નામના હવસખોરે ૧૩ વર્ષની સગીરાને મધરાતે બે વાગ્યે લલચાવી ફોસલાવી ખેતરમાં લઇ જઇ તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.તેમજ આ વાત કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની તેણીએ થરાદ મથકમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે હવસખોર સામે ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૫૦૬(ર) પોકસો કલમ ૫ (એલ) ૬ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવથી હવસખોર સામે ફિટકારની લાગણી ફેલાવા પામી હતી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *