જામનગરમાંથી દારૂની ૩૦ બોટલ સાથે 7 ઝડપાયા

October 11, 2018 - krishana trivedi

No Comments

જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે દારૂ અંગે અલગ અલગ સ્થળોએ દરોડાઓ પાડયા બાદ ૩૦ બોટલો સહિત સાત શખ્સો ઝડપાયા છે. જયારે બાકીના નાસી છૂટયા છે. જામનગરના સ્વામીનારાયણનગર મધુવન સોસાયટી રોડ ઉપથી એકટીવા લઇને પસાર થતા કપિલ મોહન હોથી નામના શખ્સને આંતરી પોલીસે તલાશી લેતા તેની પાસેથી ‌રૂા.૪૮૦૦ ની કિંમતની દારૂની બાર બોટલો મળી આવતા તેની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો આપનાર પરસોતમ ઉર્ફે પશો ભાનુશાળી નામનો શખ્સ નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના હરીપર ગામના પાટીયા પાસેથી પસાર થતા રવિ સુનિલ મકવાણા, રાજુ જીણા ઉર્ફે જીવણ દેવીપૂજક નામના શખ્સોને આંતરી તલાશી લેતા બંને પાસેથી રૂા.૬ હજારની કિંમતની દારૂની બાર બોટલો મળી આવતા બંનેની ધરપકડ કરી હતી. જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નં.પ૮ હિંગળાજ ચોકમાંથી પસાર થતા સાગર રાજ ચાંદ્રા નામનો કચ્છી ભાનુશાળી શખ્સને આંતરી પોલીસે તલાશી લેતા તેની પાસેથી ‌રૂા.પ૦૦ ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા તેની ધરપકડ કરી હતી.

જામનગરની લાલવાડી સ્કુલ પાસેથી પસાર થતા અશરફ ઉર્ફે શેરો અનવર ખફી, હાજી અયુબ ખફી તેમજ એજાજ સાદીક લાખા નામના શખ્સોને આંતરી પોલીસે તલાશી લેતા ત્રણેય પાસેથી રૂા.ર૯૦૦ ની કિંમતના બીયરના ટીન તેમજ ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા.૧૬૪૦૦ ના મુદ્દામાલ સહિત મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી. જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નં.૪૯ માંથી પસાર થતો નીલેશ ઉર્ફે ડોન લક્ષ્મીદાસ મંગે નામનો શખ્સ પોલીસને જોઇ ભાગ્યા બાદ પોલીસે સ્થળ ઉપરથી રૂા.રપ૦૦ ની કિંમતની દારૂની પાંચ બોટલો કબ્જે કરી હતી. જયારે આરોપી નાસી છૂટયો હતો.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *