અમેરિકા: JFK એરપોર્ટ પર પ્રથમ એર ઇન્ડિયા વિમાનમાં હાઇડ્રોલિક લીક

October 11, 2018 - krishana trivedi

No Comments

અમેરિકાની રાજધાની ન્યૂયોર્કમાં એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટસના જણાવ્યા મુજબ, લગભગ 190 લોકો સાથે દિલ્હીથી ઉડાન ભરનાર એર ઇન્ડિયાના એક વિમાનને ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર લેન્ડ કરતા પહેલા હાઇડ્રોલિક લીકનો સામનો કરવો પડ્યો હતો. આ જાણકારી એરલાઇન્સ સાથે જોડાયેલા સૂત્રોએ આપી છે.

હાઇડ્રોલિક ઇંધણની સમસ્યાના કારણે એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. જો કે એર ઇન્ડિયાના પ્રવક્તાએ દાવો કર્યો છે કે હાઇડ્રોલિક ઇંધણની કમી હતી. પ્રવક્તાએ જણાવ્યું કે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ નથી કરાયું.

દિલ્હી-ન્યૂયોર્ક રૂટ પર 10 ઓક્ટોબરના સંચાલિત થયેલ એર ઇન્ડિયાની ઉડાન સંખ્યા AI-101માં સવાર 176 યાત્રી અને 14 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. તેમણે જણાવ્યું કે સારુ થયું કે લેન્ડિંગ ગીયર તૂટ્યો નહીં અન્યથા મોટી જાનહાની સર્જાઈ હોત.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *