UP: ન્યુ ફરક્કા એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા, 7ના મોત

October 10, 2018 - krishana trivedi

No Comments

ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં આજે સવારે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. રાયબરેલી નજીક હરચંદપુરમાં ન્યુ ફરક્કા એક્સપ્રેસની કુલ 9 બોગિઓ ટ્રેક પરથી ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળ પર સ્થાનિક ડીએમ અને અન્ય અધિકારીઓએ પહોંચ્યા છે. આ ઉપરાંત અકસ્માતની તપાસ માટે યૂપી એટીએસ (એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર અને ઘાયલોને રૂ.50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માત પછી મદદ માટે એડમિનિસ્ટ્રેશન તરફથી હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઘટનાના તુરંત બાદ આ અંગેની જાણકારી મેળવી છે અને ઘાયલોને તુરંત મદદ આપવાનો આદેશ આપ્યો છે. યૂપી સીએમે આ ઘટના અંગે ડીજીપી સાથે પણ વાતચીત કરી છે. લખનઉ અને વારાણસીથી NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. આ ઉપરાંત મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

રેલવે મંત્રી પીયૂષ ગોયલે રાહત અને બચાવ અભિયાનને અસરકારક રીતે હાથ ધરવા અને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ શક્ય તબીબી સહાય પૂરી પાડવા આદેશ આપ્યો છે. તેમણે ઘટના અંગે તપાસનો આદેશ આપ્યો છે જે રેલવે સેફ્ટી, ઉત્તરીય સર્કલના કમિશન દ્વારા હાથ ધરવામાં આવશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *