સુરતઃ રાઇફલ સાફ કરતી વખતે મિસ ફાયર થતા રાઇફલ માલિકનું મોત

October 10, 2018 - krishana trivedi

No Comments

સુરતના વરાછા રોડ પર આવેલી વર્ષા સોસાયટીમાં એક વૃધ્ધ પોતાની 12 બોરની રાઇફલની સફાઇ કરતા હતા તે વખતે અચાનક મિસ ફાયર થવાને કારણે ગોળી તેમને જ વાગી જતા  મોત થયું હતું, વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.મરનાર વૃધ્ધ નિવૃત મિલિટરીમેન હોવાનું જાણવા મળ્યું છે.

વરાછા રોડની વર્ષા સોસાયટીમાં રહેતા ભગવાનભાઇ ખુંટ પોતાની 12 બોરની રાઇફલની બુધવારે સવારે સફાઇ કરી રહ્યા હતા ત્યારે અચાનક મિસ ફાયર જઇ જતા તેમનું મોત થયું છે. વરાછા પોલીસ વધુ તપાસ  કરી રહી છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *