સુરતઃપરપ્રાંતિયોની સલામતી માટે સુરતમાં પી.આઇને 16 કલાકની ડયુટી

October 10, 2018 - krishana trivedi

No Comments

અમદાવાદમાં પ્રરપ્રાંતિયોમાં જે રીતે ગભરાટ ફેલાયો છે તેવો માહોલ સુરતમાં ઉભો ન થાય તે માટે સુરત પોલીસ કમિશ્નરે બુધવારે શહેરના ડાયમંડ, ટેકસટાઇલ, મજૂર સંગઠનો અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે મિટીંગ કરી  હતી અને પરપ્રાંતીય લોકોની સલામતી માટે પોલીસ સાવચેતીના પગલાં ભરી રહી છે તેની માહિતી આપી હતી.કમિશ્નરે કહ્યું હતું કે સુરતમાં પરપ્રાંતીયોની સૌથી વધુ વસ્તી છે પણ અત્યારે  સુરતમાં શાંતિ છે.છતા સાવચેતીના ભાગરૂપે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. સંગઠનોના સુઝાવ પણ કમિશ્નરે સાંભળ્યા હતા.

પરપ્રાતીંયોની સ્થિત અંગે સુરત પોલીસ કમિશ્નર સતીષ કુમાર શર્માએ પત્રકાર પરિષદ રાખી હતી. તેમણે કહ્યું હતું કે સુરતમાં દરેક પોલીસ સ્ટેશનમાં એકસ્ટ્રા મોબાઇલ વાન ફાળવી દેવામાં આવી છે અને એક કવીક રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે.કોઇ પણ પરપ્રાંતીયને ધમકી ભર્યા ફોન કે સલામતીની જરૂર પડશે તો કવીક રિસ્પોન્સ ટીમ હાજર રહેશે.ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનના પી.આઇને સુચના આપી દેવામાં આવી છે કે સવારે 8થી રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશન અથવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હાજર રહેવું  ફરિજયાત છે.

કમિશ્નરે વધુમાં કહ્યું હતું કે  સોશિયલ મિડીયા પર સતત વોચ રાખવામાં આવી રહી છે.ભડકાઉ મેસેજ કરનાર સામે આકરા પગલાં લેવાની કમિશ્નરે ચેતવણી આપી હતી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *