પરપ્રાંતીય વિવાદ પર મોદી અને શાહે રૂપાણી અને નિતિન પટેલનાં ક્લાસ લીધા

October 10, 2018 - krishana trivedi

No Comments

ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાઓ અને હિજરતનાં મામલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહે ગંભીરતાથી લીધો છે. ૧૪ મહિનાની કુમળા છોડ જેવી બાળકી પર પરપ્રાંતીય વ્યક્તિ દ્વારા આચરવામાં આવેલ બળાત્કાર બાદથી બિહાર અને ઉત્તરપ્રદેશનાં લોકો પર હુમલાઓ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓ પર ગુજરાત પોલીસ સંપૂર્ણપણે કાબૂ નથી મેળવી શકી જેના કારણે આ બંને નેતાઓ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીથી નારાજ

 રૂપાણીએ નીતીશકુમારને આશ્વાસન આપી સલામતી માટેનો ભરોસો આપ્યો હતો અને લેવાયેલા તેમજ લેવાઇ રહેલા પગલાંની માહિતી આપી હતી. ગુજરાતમાં વેપાર, ધંધો અને રોજગારી માટે બીજા રાજ્યોમાંથી આવીને વસેલા, કામ કરતા લોકો પર છેલ્લા સપ્તાહમાં કેટલાક સ્થળે હુમલા અને ધમકીઓ આપવાની ઘટનાથી દેશભરમાં ગુજરાતની ભારે બદનામી થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

 રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે, લોકસભાની તૈયારીઓ ચાલી રહી છે એવા સમયે ભાજપના મોડલ સ્ટેટમાં વર્ગવિગ્રહ, જાતિવાદની ઘટનાઓ પછી પ્રાંતવાદની ઘટનાથી ભાજપને રાષ્ટ્રીય સ્તરે ભીંસમાં મૂકાવુ પડ્યું છે તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઇએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસેથી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી પરિસ્થિતિ પૂર્વવત કરવા તેમજ ગુજરાત છોડી ગયેલા પરપ્રાંતીયોમાં પુન: વિશ્વાસનું વાતાવરણ પેદા થાય તેવા તાકીદના પગલાં લેવા સૂચના આપી છે. 

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *