દિલ્હી સરકારનાં પરિવહન મંત્રી કૈલાશ ગહલોતનાં ઘરે ઈન્કમટેક્ષનાં દરોડા

October 10, 2018 - krishana trivedi

No Comments

દિલ્હી સરકારનાં પરિવહન મંત્રી કૈલાશ ગહલોતનાં ઘરે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા છે. ઈન્કમટેક્ષે ગહલોતનાં દિલ્હી સ્થિત વસંત કુંજ ઘરમાં દરોડા પાડ્યા છે. જો કે, હજી સુધી ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે આ અંગે કોઈ માહિતી જાહેર નથી કરી કે કયા કારણોસર તેમણે તેમના ઘરે રેડ કરી હતી. કૈલાશ ગહલોત દક્ષિણ પશ્ચિમ દિલ્હીનાં નઝફગઢનાં ધારાસભ્ય છે. તેમજ ૨૦૧૭માં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને પરિવહન મંત્રી તરીકે નિમ્યા હતા.

આ વર્ષે જુલાઈમાં ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે આમ આદમી પાર્ટીનાં પૂર્વ નેતા અને સ્વરાજ ઈન્ડિયાનાં પ્રમુખ યોગેન્દ્ર યાદવનાં પરિવાર સાથે સબંધ રાખનાર એક હોસ્પિટલ સમૂહનાં કેટલાક પરિસરોમાં દરોડા પાડ્યા હતાં. આ દરોડા દરમિયાન ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટને ૨૭ લાખ રૂપિયાની રોકડ, કેટલાક દસ્તાવેજો અને પૈસા ભર્યાની રિસિપ્ટો હાથ લાગી હતી.

આમ આદમી પાર્ટીએ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનાં દરોડા બાદ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કૈલાશ ગહલોત આ પહેલા પણ કેટલાક વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. આ પહેલા તેમના પર આચાર સહિંતાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ પણ લાગેલો છે. જેમા ચૂંટણી પંચે તેમના પર એફઆઈઆર પણ દાખલ કરી હતી. જો કે, ત્યારબાદ તેમને કોર્ટમાંથી રાહત મળી ગઈ હતી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *