
February 21, 2019
વિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી
ભારતીય વાયુસેના આજે પોતાનો 86મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ અવસર પર ગાઝિયાબાદના હિંડન એરબેસ પર એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો છે. વાયુસેના એર ચીફ માર્શલ બીરેન્દ્ર સિંહ ધનોઆ, સેનાધ્યક્ષ બીપિન રાવતની ઉપસ્થિતિમાં વાયૂસેના પોતાના પરાક્રમનું પ્રદર્શન કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ સુખોઈ, તેજસ, મિગ-29, સુપર હરક્યૂલિસ, જગ્યુઆર અને સારંગ જેવા વાયુસેનાના મુખ્ય લડાકૂ વિમાનો તેમની ક્ષમતાનું પ્રદર્શન કરશે.
એરફોર્સ ડેમા અવસર પર યોજાયેલ એર શોમાં તમામની નજર મિગ-29 યુદ્ધ વિમાન પર રહેશે. તાજેતરમાં જ આ વિમાનને અપગ્રેડ કરવામાં આવ્યું છે. જેના પછી તેની મારક ક્ષમતામાં ઘણો સુધારો થયો છે. રશિયા દ્વારા નિર્મિત આ યુદ્ધ વિમાન મિગ-29 આકાશમાં પણ ઈંધણ ભરવાની ક્ષમતા ધરાવે છે. તે અદ્યતન મિસાઇલો સાથે જોડાયેલ છે અને ઘણી દિશાઓમાં હુમલા કરી શકે છે.
ગાઝિયાબાદના હિડન એરબેસ ઉપરાંત લખનઉ, જમ્મુ, જાલંધર જેવા અન્ય એરબેસે પર પણ ભારતીય હવાઇ સેના 86મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે.
Leave a comment