સુરત- હજીરામાં બે ગનમેન વચ્ચેના ઝઘડામાં બે રાઉન્ડ ફાયરીંગ

October 8, 2018 - krishana trivedi

No Comments

સુરતના હજીરા પાસે આવેલા મોરાગામમાં રવિવારે રાત્રે બે સિકયુરિટી ગનમેન વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એક ગનમેને પોતાની રાઇફલમાંથી બીજા ગનમેન પર બે રાઉન્ડ ફાયરીંગ કરી દીધું હતુ જે ગોળી ગનમેનના પેટમાંથી આરપાર થઇ ગઇ જતા લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ચેકની લેવડ દેવડ બાબતે ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે.

હજીરાના મોરાગામમાં જીઆઇડીએસ ‌સિક્યુરિટી કંપનીના ગનમેનો મોરા સાંઇ સુરક્ષા ભવનમાં રહે છે. રવિવારે રા‌ત્રે  ૯ વાગ્યાની આસપાસ  ગનમેન નરેન્દ્ર‌સિંગ તોમર અને રામપ્રસાદ કેશવ પ્રસાદ ‌સિંગ વચ્ચે ચેકની લેવડ-દેવડ બાબતે ઝઘડો થયો હતો. જેમાં નરેન્દ્ર‌સિંગ તોમરે ઉશ્કેરાઇને સાથી કર્મચારી રામપ્રસાદ ‌સિંગ પર પોતાની રાઇફલમાંથી પેટના ભાગે બે રાઉન્ડ ફાય‌રીંગ કરી દીધું હતું.

બંને ગોળીઓ રામપ્રસાદ ‌સિંગના પેટમાંથી આરપાર ‌નિકળી ગઇ હતી. ઇજાગ્રસ્ત રામપ્રસાદને  નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલમાં લઇ જવાયો હતો. બનાવની જાણ થતા ઇચ્છાપોર પી.આઇ. ‌ફિરોઝખાન પઠાણ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ફાય‌રિંગ કરનાર ગનમેન નરેન્દ્ર‌સિંગ તોમરને પણ અટકમાં લઇ લીધો હતો.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *