સુરતઃ અરબી સમુદ્રમાં સાયક્લોન સિસ્ટમ સક્રિય

October 8, 2018 - krishana trivedi

No Comments

અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાય દિવસથી આકાર લઈ રહેલું વાવાઝોડું સક્રિય બન્યું હોવાની વિગતો સાંપડે છે. સમગ્ર  ગુજરાતમાં આવેલા તમામ પોર્ટ પર નંબર-1નું સિગ્નલ બીપ થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે, જોકે નંબર-1નું સિગ્નલ ચિંતાજનક ન ગણી શકાય. તે સૂચવે છે કે દરિયાઈ સપાટી પર ખૂબ ઓછો દબાણ વિસ્તાર બનેલો છે. સપાટી પર પવન લગભગ 60 કિલોમીટરની ઝડપ સૂચવે છે. આ સિગ્નલનો અર્થ છે કે પોર્ટ પ્રભાવિત નથી પરંતુ પવનની ગતિ થોડી ઊંચી હોવાની ચેતવણી આપે છે.

છેલ્લાં એક અઠવાડિયાથી હવામાન ખાતાની નજર અરબ સાગરમાં ડેવલપ થઈ રહેલા સાયકલોન પર છે, હાલ અરબી સમુદ્રમાં સંભવિત ચક્રવાતની સ્થિતિ સર્જાઈ છે,

જોકે, અગાઉથી જ ગુજરાતના તમામ બંદરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 11મી ઓકટોબર સુધી સમગ્ર ગુજરાતના દરિયા કિનારા નજીકથી તે પસાર થનાર હોવાનું મનાય છે. ખાસ કરીને સુરત દરિયાકિનારે આવેલું છે અને તેના હજીરાપટ્ટા પર ખૂબ મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી હોવાથી વાવાઝોડાના કારણે નુકશાનની ભીતિ સેવાઈ રહી છે પરંતુ તેનો અંદાજ વાવાઝોડાની ગતિ પર નિર્ભર હોવાથી હવામાનખાતુ  એકદમ ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકતું નથી. માત્ર એટલું કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શકયતા છે અને સાવચેતીના પગલારૂપે દરિયામાં માછીમારી માટે જતાં માછીમારોએ સુરક્ષિત સ્થળે આવી જવું. માછીમારીના નવા પાસ ઇસ્યુ કરવા પર હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *