રાફેલ: વિમાનની સાચી કિંમત જાહેર કરવા સુપ્રીમમાં અરજીની 10મીએ સુનાવણી

October 8, 2018 - krishana trivedi

No Comments

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે કરાયેલા રાફેલ સોદા અંગે કરાયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી 10મી ઓક્ટોબરના થશે. આ પીઆઈએલમાં કેન્દ્ર પાસેથી રાફેલ યુદ્ધ વિમાન અંગેની સંપૂર્ણ વિગતો જાહેર કરવા માગ કરાઈ છે તેમજ યુપીએ અને એનડીએના શાસનકાળમાં વિમાનની તુલનાત્મક કિંમત એક બંધ કવરમાં સર્વોચ્ચ ન્યાયલને મળે તે બાબતે અરજી કરાઈ છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ એક કે કૌલ તેમજ કે એમ જોસેફની બેન્ચ આ જાહેર હિતની અરજીની સુનાવણી કરશે. આ પીઆઈએલ વકીલ વિનીત ઢાંડાએ ફાઈલ કરી છે.

ઢાંડાએ કરેલી અરજીમાં ફ્રાન્સ અને ભારત વચ્ચે અંતે શું સમજૂતી થઈ છે તેને સાર્વજનિક કરવામાં આવે. આ ઉપરાંત માગ કરાઈ છે કે રાફેલની વાસ્તવિક કિંમત પણ તમામને જણાવવામાં આવે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *