અમેરિકામાં ન્યૂયોર્ક નજીક કાર અકસ્માતમાં 20ના મોત

October 8, 2018 - krishana trivedi

No Comments

અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્ક નજીક એક કાર અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે. અહેવાલ અનુસાર, આ અકસ્માતમાં એક લિમોઝિનમાં સવાર 18 લોકો સહિત કુલ 20 લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટનાને અમેરિકામાં છેલ્લા એક દશકાનો સૌથી ભયંકર રોડ અકસ્માત માનવામાં આવી રહ્યો છે. લિમોઝિનમાં સવાર લોકો એક બર્થડે પાર્ટી સેલીબ્રેટ કરવા જઇ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આ લિમોઝિન પદયાત્રિઓને કચડી એક ખાલી એસયુવી સાથે જઇને ટકરાઇ હતી. આ અકસ્માતમાં 2 પદયાત્રિઓનું મૃત્યુ થયું છે. આ અકસ્માત ન્યૂ યોર્ક શહેરથી લગભગ 270 કિમી દૂર થયો છે. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત અલ્બાની નજીક સ્કોરી કાઉન્ટીમાં તે સમયે થયો હતો જ્યારે વિપરીત દિશામાંથી આવી બે કાર વચ્ચે અથડામણ થઈ હતી.


Fatal error: Out of memory (allocated 2097152) (tried to allocate 8192 bytes) in C:\xampp\htdocs\wp-includes\taxonomy.php on line 3429