સપાની પૂર્વ સ્પીકર પંખુડી પાઠક પર હુમલો, બજરંગ દળ પર હુમલાનો આરોપ

October 7, 2018 - krishana trivedi

No Comments

સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રવક્તા પંખુડી પાઠક પર હુમલા કરાયો છે. પંખુડી પાઠકે આરોપ લગાવ્યો છે કે, બજરંગ દળના સભ્યોએ શનિવારે તેમના પર હુમલો કર્યો હતો. આ અંગે પંખુડીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, બજરંગ દળે તેમના પર હુમલા કર્યો હતો, શું ઉત્તરપ્રદેશ પોલીસ, યોગી આદિત્યનાથ અને પોલીસ વડા આ લોકોની ધરપકડ કરવાની ગજા રાખે છે. નોંધનીય છે કે થોડાં દિવસો પહેલા જ પંખુડીએ સપાના પ્રવક્તા પદને છોડી દીધું હતું.

તેમણે અતરોલીથી પરત આવીને મીડિયાને જણાવ્યું હતું કે, તેમના અને તેમની ટીમના ત્રણ સભ્યો પર કથિત રીતે હુમલો કરાયો હતો. હુમલો કથિત બજરંગ દળ કાર્યકર્તાઓએ કર્યો હતો, હુમલામાં અમે તમામ લોકો ઘવાયા છે. હુમલો પોલીસની હાજરીમાં કરાયો હતો અને તેમની ગાડી પર પણ પથ્થર મારો કરાયો હતો. પંખુડીએ વધુમાં જણાવ્યું કે, તેમને બીજી વાર અતરોલીમાં પગ ન મુકવાની ધમકી આપી હતી. અમે આ ઘટનાની જાણકારી પોલસીને નથી આપી રહ્યા કેમકે અમને પોલીસ પર વિશ્વાસ રહ્યો નથી. અમે દિલ્હી પરત ફરી રહ્યા છે અને આગળની કાર્યવાહી ત્યાંથી જ કરીશું.

શનિવાર બપોરે બે વાગ્યે સપાના પૂર્વ પ્રવક્તા પંખુડી પાઠક અને તેમની ટીમ અતરેલીમાં અથડામણમાં માર્યા ગયેલા મુસ્તકીમ અને નૌશાદના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. ત્યાં બજરંગ દળના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને જણાવ્યું હતે કે જે છ લોકોની હત્યા આ બન્ને દ્વારા કરાઇ છે શું તેમના પરિવારને કોઇ નેતા મળવા આવ્યો? આ વાતા પર વાકયુદ્ધ થયો હતો અને ત્યાં હાજર ટોળા ભડકી ગયા હતા.

લોકોમાં  ગુસ્સો જોઇને પંખુડી અને તેમની ટીમ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા ત્યારે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. પાઠક પર પણ હુમલો કરયો હતો અને તેમની ગાડી પર ટોળાએ પથ્થાર ફેંક્યા હતા. જોકે વિશ્વ હિન્દૂ પરિષદના એક વરિષ્ઠ અધિકારીએ પંખુડીના આરોપોને માથા અને ધડ વગરમા જણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તમામ આરોપો નિરાધાર છે.

 

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *