શુ રામ મંદિર મુદ્દે ફસાઈ રહી છે મોદી સરકાર?

October 7, 2018 - neha maheriya

No Comments

ચૂંટણી સમયમાં રામ મંદિર મુદ્દો હંમેશા ગરમ રહે છે. ભાજપ પોતાના પાર્ટી મેનીફેસ્ટો થી લઈને ઈલેક્શન રેલીઓમાં રામ મંદિરનો ઉલ્લેખ કરતા આવ્યા છે. પરંતુ આ વખતે લોકોએ સત્તાધારી પાર્ટી ભાજપને ઘેરવા માટેની તૈયારી કરી લીધી છે. વિશ્વ હિન્દૂ પરિષદ અને શિવસેનાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સરકાર સામે મોરચો ખોલી નાખ્યો છે. જ્યાં એક તરફ વિશ્વ હિન્દૂ પરિષદના સંતોએ સાથે બેઠક કરીને સરકારને આ મુદ્દે ઓર્ડિનન્સ લાવવા માટે પડકાર આપ્યો છે, તો શિવસેનાએ પણ સરકાર સામે મોટું આંદોલન કરવાની તૈયારી કરી લીધી છે.
આ પણ વાંચો: મુસલમાનો પણ ભગવાન રામના વંશજ, મંદિર બનાવવા માટે મદદ કરે
રામ મંદિર મુદ્દે ફસાઈ રહી છે મોદી સરકાર .

5 મી ઑક્ટોબરે દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં અયોધ્યામાં રામ મંદિર બાંધવાની મોદી સરકાર પર દબાણ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંતોએ માંગ કરી હતી કે કેન્દ્ર સરકારે રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં અને સંસદના આગામી સત્રમાં કાયદાનો અમલ કરવો જોઈએ. વીએચપીના વહીવટી અધ્યક્ષ અલોકકુમારએ એક પત્રકાર પરિષદ કર્યો હતો અને કહ્યું હતું કે 31 જાન્યુઆરી અને ફેબ્રુઆરી 1 ના રોજ, અલ્હાબાદ કુંભમાં 30 હજાર સંતો સાથે ધર્મ પરિષદ રહેશે

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *