પાંચ રૂપિયા ઘટાડ્યા બાદ પેટ્રોલ, ડિઝલના ભાવ આજે ફરી વધ્યા

October 7, 2018 - neha maheriya

No Comments

ગાંધીનગર: પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં થોડા દિવસ પહેલા જ પાંચ રૂપિયાનો ઘટાડો કરાયા બાદ ફરી એક વખત તેના ભાવમાં વધારો શરુ થઇ ગયો છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 13 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલ અને ડિઝલના ભાવ પ્રતિ લિટરે 80 રૂપિયાને પાર કરી જતાં લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યાં હતા અને કેન્દ્રની ભાજપ સરકાર પર પણ ભાવ ઘટાડવા માટે દબાણ વધ્યું હતું. જેથી કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક્સાઇઝ ડ્યુટીમાં અઢી-અઢી રૂપિયાનો ઘટાડો કરતાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ આ ભાવ ઘટાડો જાણે થોડા દિવસ માટે જ હોય તેમ ફરી એક પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ધીમી ગતિએ વધારો શરુ થઇ ગયો છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 13 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આજે થયેલા ભાવ વધારાને કારણે રાજ્યમાં સુરતમાં આજે પેટ્રોલ- રૂ. 78.79, ડિઝલ- રૂ.76.85, રાજકોટમાં પેટ્રોલ- રૂ.78.67, ડિઝલ- રૂ.76.73, અમદાવાદમાં પેટ્રોલ- રૂ.78.90, ડિઝલ- રૂ.76.95, વડોદરામાં પેટ્રોલ- રૂ. 78.53, ડિઝલ- રૂ. 76.57 પ્રતિ લિટરના ભાવે વેચાઇ રહ્યું છે.

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *