જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવા 250 આંતકીઓ પાકિસ્તાન સરહદ પર તૈયાર

October 7, 2018 - krishana trivedi

No Comments

જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીના એક દિવસ પહેલા જ પાકિસ્તાન દ્વારા તેમાં દખલગીરી કરવાનું ષડયંત્ર અને આંતકવાદને પ્રોત્સાહન આપવાનાં તેના પ્રયાસો ખુલ્લા પડી ગયા છે. સેનાનાં એક અધિકારીએ જણાવ્યું કે, હાલમાં કાશ્મીરની ખીણોમાં 300થી પણ વધારે આંતકવાદીઓ સક્રિય છે અને બીજા 250 જેટલા આંતકવાદીઓ પાકિસ્તાનની મદદથી કાશ્મીરમાં ઘુસણખોરી કરવાના ફિરાકમાં છે.

250 જેટલા આંતકીઓ પાકિસ્તાનની સીમા પર સક્રિય છે જેઓ કાશ્મીરની સીમામાં ઘુસણખોરીનાં પ્રયત્નો કરી રહ્યા છે. આ માહિતીને આધારે સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ભારતીય સેના સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં સેનાનાં જવાનોને વધારે સક્રિય રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોને ચુસ્ત બંદોબસ્તનો આદેશ કરેલ છે. સેનાને દરેક વાહનની તપાસ કરવા અને શંકાશીલ વ્યક્તિઓ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. આ માટે જમ્મુ-કાશ્મીરના દરેક રસ્તાઓ પર ચેક પોસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે. આ તપાસમાં ખાસ પ્રકારના સ્નિપર ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે.

આ મામલે વિશેષ જાણકારી આપતા સેના અધિકારીએ જણાવ્યું કે, અમે નાની-નાની ટુકડીઓ બનાવીને સમગ્ર વિસ્તાર પર નજર રાખી રહ્યા છીએ. ચૂંટણી ઉમેદવારોને સુરક્ષિત જગ્યાઓ પર રાખવામાં આવ્યા છે તેમજ તેમને વિશેષ સુરક્ષા પણ આપવામાં આવી રહી છે. અત્યારની પરિસ્થિતિઓ મુજબ સમગ્ર વિસ્તાર અમારી દેખરેખમાં છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *