ગીરના જીવિત ત્રણ સિંહને બરડા ડુંગર અભ્યારણ્યમાં ખસેડાશે

October 6, 2018 - krishana trivedi

No Comments

રાજ્યના ગીરમાં સિંહોના એક પછી એક મૃત્યુને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગીરમાં જીવિત અન્ય સિંહોને પોરબંદરના બરડા ડુંગરઅભ્યારણ્યમાં શિફ્ટ કરવાનું નક્કી કર્યું છે. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) અને પ્રોટોઝોઆ ચેપનાના કારણે ગીર અભયારણ્યમાં અત્યાર સુધી 26માંથી 23 સિંહ મૃત્યુ પામ્યા છે. આ અભ્યારણ્યમાં હવે માત્ર ત્રણ જ સિંહ જીવિત છે.

વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે અમે ગીરમાં જીવિત સિંહને વહેલી તકે બરડા ડુંગરઅભ્યારણ્યમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે. આ અભ્યારણ્ય રાજ્યની અંદર તેમનું બીજું ઘર હશે. બરડા ડુંગરઅભ્યારણ્ય પોરબંદર જીલ્લામાં લગભગ 80 કિલોમીટર દૂર સ્થિત છે.

2015માં સિંહના બીજા ઘર તરીકે બરડા ઉપરાંત મધ્યપ્રદેશના કુનો પાલપુર સહિત અન્ય બે અભ્યારણ્યોને મંજૂરી મળી હતી. કોર્ટે જ્યારે 2013માં સિંહોને કુનો પાલપુર શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારે ગુજરાતે રાજ્યમાં બીજું અભ્યારણ્ય તૈયાર કરવાનું નક્કી કર્યું હતું, જ્યાં સિંહોને રાખી શકાય.

પૂણેના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલીજી અને ભારતીય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું કે 23માંથી 5 સિંહના મૃત્યુ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી)ના કારણે થયું છે. આ વાયરસના કારણે થોડા વર્ષો પહેલા પૂર્વ આફ્રિકાના કુલ સિંહોમાંથી 30 ટકા સિંહ મૃત્યુ પામ્યા હતા.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *