ઉત્તરાખંડના પર્વતીય રાજ્યમાં બરફવર્ષા સાથે ઝરમર વરસાદ

October 6, 2018 - krishana trivedi

No Comments

ઉત્તરાખંડના પર્વતીય રાજ્યમાં આજે બરફવર્ષા થઇ છે. એક અધિકારીના જણાવ્યા મુજબ હિમવર્ષા બાદ તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. પ્રાદેશિક હવામાન વિભાગ તરફથી જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી સાંજે કેદારનાથ અને તેની આસપાસના વિસ્તારમાં લગભગ 15 મિનિટ બરફવર્ષા થઇ હતી. આ સાથે અન્ય કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ પણ પડ્યો હતો.

કેદારનાથના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વરસાદ અને હિમવર્ષાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી કારણ કે રસ્તા લપસણા થઇ ગયા હતા. હવામાન વિભાગે આગામી સપ્તાહે હવામાનમાં પરિવર્તનની આગાહી કરી છે, જે શિયાળાના પ્રારંભની શરૂઆત ગણવામાં આવે છે. પૂર્વ તરફથી કાતિલ પવન સાથે જ દેશમાં શિયાળાનો પ્રારંભ થાય છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *