અજમેરમાં પીએમ મોદી ચૂંટણી રેલી સંબોધશે, 3 લાખ લોકો રહેશે હાજર

October 6, 2018 - krishana trivedi

No Comments

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરવા માટે પીએમ મોદી શનિવારે અજમેર પહોંચશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી વસુધંરા રાજ દ્વારા છેલ્લા એકાદ મહિનાથી રાજસ્થાનમાં ગૌરવ યાત્રા યોજાઇ હતી, જે આજે અજમેરમાં પૂર્ણ થશે. પીએમ મોદી આ અવસર પર અજમેર પહોંચશે.

ભાજપના દાવા મુજબ વડાપ્રધાનની રેલીમાં 3 લાખ લોકો હાજર રહેશે. રેલીની તૈયારીઓને લઇને વસુંધરા રાજ પોતે શુક્રવારે અજમેર પહોંચ્યા હતા. અહીં તેમણે મંચથી લઈને લોકોની બેઠક સુધીની તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.પીએમ મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે અને તેમના આગમનથી ભાજપના કાર્યકર્તાઓમાં ઉસ્તાહ વધશે.

પીએમ મોદી આજે 11 વાગ્યે દિલ્હીથી પ્રસ્થાન કરશે અને 11.50 વાગ્યે જયપુર પહોંચશે. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા 12.50 વાગ્યે અજમેર એરપોર્ટ પર પહોંચશે. તેઓ કાર દ્વારા 1.10 વાગ્યે સભાસ્થળ પહોંચશે. સભા પછી 2:10 વાગ્યે પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *